એક લોકલાઇઝેશન એજન્સી તરીકે, અમે ઔપચારિક માહિતીમાં કામ કરીએ છીએ અને તેથી કથા-વાર્તા સિવાયની કેટેગરીમાં આવીએ છીએ. અવારનવાર, અમારી સામે પડકાર આવતો રહે છે – જેમ કે પ્રખ્યાત કવિતાને એક ભાષામાંથી બીજી ભાષામાં લાવવી.
એક ભાષામાં રચાયેલા કાવ્યને બીજા ભાષામાં લઈ જવાની પ્રક્રિયાને સર્જનાત્મક અનુવાદ કહેવાય છે, જે ટ્રાન્સક્રિએશન તરીકે ઓળખાય છે. આ પ્રકારના અનુવાદને એક ભાષામાંથી બીજી ભાષામાં મૂળ સંદેશ કે વિચારને અનુરુપ થવું પડે છે, જેમાં એનું બંધારણ, સ્વર અને સંદર્ભ જાળવવો પડે છે. એ અસરકારક રીતે કરવા માટે, ભાષા નિષ્ણાતે ભાષાંતરકારના મનોવલણ પોતાને દૂર કરીને અને મનના સર્જનાત્મક કેન્દ્રમાં વઘુ ઊંડે ઉલેચવાની જરૂર હોય છે. સર્જનાત્મક અનુવાદ કરતી વખતે પોતાને પૂછવા જેવા કેટલા પ્રશ્નો આ રહ્યા:
- સંદેશ કે વિચારનું મૂળ હાર્દ શું છે? શબ્દો કંઈ કહેતા હોય અને અર્થ કંઈ જુદો જ હોય શકે. હકીકતમાં, વિખ્યાત કાવ્યો, મોટે ભાગે એવા હોય છે. વધુમાં, કાવ્યોનો અર્થ સંપૂર્ણપણે પામવો હોય, તો તેનો ઐતિહાસિક સંદર્ભ મેળવવો કાયમ મદદરૂપ સાબિત થાય છે.
- સંદેશ કે વિચારનો સ્વર કેવો છે? શું એ ઉત્તેજક છે કે શાંતિપ્રિય છે? શું એ વિવેચનાત્મક છે કે સીધોસટ છે? શું એ લોકગીત કે પછી ભજનનું સ્વરુપ લે છે?
- કયા પ્રકારનો વાંચકવર્ગ છે? શું એ નહિવત ભણેલા લોકો માટે છે કે શહેરી યુવાનો માટે છે? શું અનુવાદ એ લોકો સુધી પહોચે છે જેઓને ધ્યાનમાં રાખીને મૂળ ભાષામાં લખાયું છે? જો નહિ, તો શું એને સરળ બનાવી શકાય?
- મૂળ લખાણમાં કયાં પાસાં લક્ષ્ય સ્રોતાગણની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને કયા નથી? શું સ્રોત લખાણમાં ઉપયોગમાં લેવાયેલી કાવ્યાત્મક ટેક્નિક લક્ષ્ય સ્રોતાગણ દ્વારા સમજાશે? જો નહિ, તો પછી શું વિશેષણો, આડકતરો ઉલ્લેખ અથવા કલ્પના ચિત્રો બદલી શકાય?
- સ્રોતાગણમાં એ શબ્દો કેવો પ્રત્યાઘાત ઉત્પન્ન કરે છે? આ પ્રશ્ન, ઉપરના બીજા પ્રશ્નની નજીક છે, જે આપણાં શબ્દોની પસંદગી અને તેઓની રચનાને માર્ગદર્શિત કરવા જોઈએ.આ પ્રશ્નોનો દ્વારા સ્રોત લખાણની બરાબર છણાવટ કર્યા પછી, જાણે પોતાના માથે સર્જનાત્મક ટોપી પહેરીને પછીથી લક્ષ્ય ભાષામાં એ જાદુનું ફરીથી સર્જન કરવાનો પ્રયત્ન કરો. તેથી, એમ કહી શકાય કે આ માત્ર અનુવાદ કાર્ય નહિ પરંતુ મૂળ લખાણની નજીક છે, જે બીજી ભાષા દ્વારા પ્રેરિત છે. લક્ષ્ય સ્રોતાઓને ધ્યાનમાં રાખીને ફેરફાર કરેલા વાક્યો એવાં શબ્દો, વાક્યપ્રયોગ અને દાખલા સાથે મેળ ખાત હોવા જોઈએ અને સ્રોત લખાણની માફક સરખો લાગણીમય તંતુ વગાડતા હોવા જોઈએ!જો અનુવાદક આ અર્થની છટાને સમજ્યા વગર અને ઊંધું ઘાલીને અુનવાદ કરે તો, સારા કિસ્સામાં સીધુંસટ અનુવાદ લાગશે. જ્યારે કે સાવ ખરાબ કિસ્સામાં, હાંસીપાત્ર પણ ઠરી શકે.
જોકે, એ પણ યાદ રાખવાની વસ્તુ છે કે કોઈ વ્યવસાયને કાવ્યાત્મક કે સર્જનાત્મક લખાણને સ્થાનિક ભાષામાં રુપાંતર કરવાની કંઈ દરરોજ જરૂર પડતી નથી. પરંતુ મોટા ભાગના કોપિરાઇટિંગ (અનુલેખન), માર્કેટિંગ વાતચીતો, મનોરંજનની સામગ્રી માટે સબટાઇટલ અને બીજાં ઘણાં લખાણોમાં સર્જનાત્મક ભાષાંતરની જરૂર પડતી હોય છે. એવા તમામ કિસ્સાઓમાં, એક બ્રાન્ડની વ્યાવસાયિક સફળતા માટે સર્જનાત્મક લખાણ ખૂબ મહત્ત્વનું છે, જે સંસ્કૃતિ, સરહદો અને ચોક્કસ ભાષાથી પણ ઉપર છે.
આખરે, માનવીય લાગણીઓ ભાષાના નડતરથી આંબી શકે છે. એટલા જ માટે, જ્યારે યોગ્ય રીતે અનૂકુળ બનાવવા માટે ફેરફાર કરાય, ત્યારે સર્જનાત્મક માહિતી દરેકને સરખો આનંદ, સરખું દુઃખ, સરખી પ્રેરણા અને સરખી લાગણીઓ અનુભવવાં મદદ કરે છે.
એ ભલે હિંદીના પિયુશ મિશ્રા, તમિળના સુબ્રમણ્ય ભારતી, તેલુગુના વેમના હોય કે કન્નડાના કે.એસ. નરસિંહ્માસ્વામી. માનવતાને પ્રેરણાદાયી બનાવવામાં ભાષા નડતર રૂપ ન બને. જેઓ એ ભાષાઓ બોલી શકતા નથી તેઓ માટે અમે સરખી રંગછટામાં અને સર્જનાત્મક ભાવ સાથે માહિતી પૂરી પાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ.
શું તમારા ધ્યાનમાં એવો કોઈ સર્જનાત્મક અનુવાદ આવ્યો છે જેણે તમને વાહ કે તુચ્છ કહેવા પ્રેર્યા હોય? કોમેન્ટમાં એ વિશે અમારી સાથે શેર કરો. અમે સાંભળવા આતુર છીએ.
December 11, 2018 — magnon